મહેસાણા : મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર

admin
1 Min Read

કોરોનાનું સંક્રમણ અટકાવવા ઊંઝા એપીએમસી ખાતે વેપારી મંડળ અને માર્કેટયાર્ડ એસોસિએશનઅને ઊંઝા નગરપાલિકાના હોદેદારો તેમજ અન્ય બજારોના વેપારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ આગામી 14 એપ્રિલ થી 21 એપ્રિલ 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઊંઝા શહેરમાં પણ એક સપ્તાહનું ફરીથી લોકડાઉન આપવામાં આવ્યું છે,

 

 

જે મુજબ માત્ર બપોરે 12 થી 4 શાકભાજી અને કરીયાણાની દુકાનો ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ ઊંઝા એપીએમસી ખાતે ઊંઝા વેપારી મંડળ તેમજ ઊંઝા માર્કેટયાર્ડ એસોસિએશન અન્ય વેપારી એસોસિએશન ના હોદેદારોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા આગામી 14 એપ્રિલ થી 21 એપ્રિલ  એટલેકે એક સપ્તાહ સુધી ગંજબજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

Share This Article