સાબરકાંઠા : વધતા કેસોને લઈને બેડ વધારવાની કાર્યવાહી હાથ ધરાઈ

admin
1 Min Read

સમગ્ર ગુજરાતમાં કોરોના પ્રતિદિન નવા શિખરો સર કરી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં અનેક જીલ્લામાં  કોરોના દર્દીઓ માટે બેડની અછત વર્તાઈ રહી છે. ત્યારે સાબરકાંઠા જીલ્લામાં વધતા કેસોને લઈને બેડ વધારવાની કાર્યવાહી હાથ ધરાઈ  ધરવામાં આવી છે. તેવામાં  હિમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં ૭૦ બેડ વધારાયા છે. જૂની સિવિલમાં કલેકટરની સુચના અનુસાર ૭૦ બેડ તૈયાર કરવા તજવીજ હાથ ધરાઈ છે

જેમાં ઓક્સિજન સાથેની ૭૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે તો બીજી બાજુ અગામી દિવસમાં જૂની સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા કરવામાં આવશે. તો જીલ્લમાં વડાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના ૨૦ બેડ ઓક્સિજન સાથે ફાળવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની નવી લહેર ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે ૨૪ કલાકમાં જીલ્લામાં કુલ ૧૧૨ કોરોના પોઝીટીવ કેસો નોધાયા છે જેમાં ૨૧ દર્દીઓએ કોરોને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જયારે ૩ દર્દીનું મોત નીપજ્યું છે

Share This Article