પંચમહાલ : ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાનાં ઘોંઘબા તાલુકામાં ફરી દિપડાએ દેખા દેતા ભારે ચકચાર મચી છે. બાકરોલ ગામમા આવેલા રહેણાંક ઘરમા દિપડો ઘુસી જતા આસપાસના ગ્રામજનો એકત્ર થયા હતા.વનવિભાગની ટીમને જાણ થતા તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ  દિપડાએ એક વ્યક્તિને ઇજા પહોચાડી છે.પંચમહાલ જીલ્લાના ઘોંઘબા વિસ્તારમા આવેલા જંગલ વિસ્તારોમાં રહેતા દિપડાઓ રહેણાક વિસ્તારમાં આવી જવાના બનાવો અગાઉ બન્યા છે.

ત્યારે વનવિભાગે હુમલાઓ કરનાર દિપડાને પણ પાજરે પુર્યા છે.મહિનાઓ પછી ફરી દિપડા રહેણાક વિસ્તારમાં દેખા દેતા ભારે ચકચાર મચી ગઈ છે.ઘોંઘબા તાલુકાના બાકરોલ ગામમા આવેલા એક રહેણાક મકાનમાં દિપડો ઘૂસ્યા હોવાનો બનાવ બન્યો છે.દિપડાએ એક વ્યક્તિને ઈજા પહોચાડી હોવાની વિગત બહાર આવી છે.જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.હાલમાં બનાવ સ્થળે લોકટોળા ઉમટ્યા છે.વનવિભાગને જાણ થતા ટીમ રવાના થઈ છે.દિપડાને લઇને ફરી ઘોંઘબા મથકમાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

Share This Article