નેશનલ : મહારાષ્ટ્ર તૌક્તે ની આફત: 410 લોકો તોફાનમાં ફસાયા 127 ગુમ

admin
1 Min Read

ચક્રવાત તાવાકાતે 75-85 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર વાવાઝોડા સાથે મુંબઇમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જેના કારણે ઘણાં ઝાડને નુકસાન થયું હતું અને કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું હતું. આ વાવાઝોડાએ રસ્તા પર ટ્રાફિક ખોરવ્યો હતો, પરંતુ વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પહેલા મુંબઈમાં તોફાનથી ભારે નુકસાન થયુ છે.

મહારાષ્ટ્રમાં 6 લોકોના મોત થયા છે. ત્યારે 2 મોટી બોટોમાં 410 લોકો તોફાનમાં ફસાયા જેમને બચાવવા માટે નૌસેનાના 3 જહાજોએ મોર્ચો સંભાળ્યો હતો. મહારાષ્ટ્રમાં અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાના કારણે રાયગઢ જિલ્લામાં ત્રણ, સિંધુદુર્ગમાં એક નાવિકનાં મોત નીપજ્યાં હતા જ્યારે વૃક્ષો પડવાને કારણે નવી મુંબઈમાં બે અને ઉલ્લાસનગરમાં એકનું મોત નીપજ્યું હતું. સિંધુદુર્ગના આનંદવાડીમાં બે બોટ ડૂબી ગઈ હતી. આ સમયે બોટમાં સાત નાવિકો હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, ત્રણ લાપતા થઈ ગયા છે જ્યારે ત્રણ સલામત છે. વાવાઝોડાના કારણે રાયગઢમાં 1886 મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે પાંચ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. રાયગઢના 8,383 લોકોને પહેલાંથી જ સલામત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Share This Article