નેશનલ : આને કહેવાય પેટ્રોલ-ડીઝલનો વિરોધ: કોંગ્રેસના કાર્યકર્તાઓએ તળાવમાં મોંઘા બાઈકનો છુટ્ટો ઘા માર્યો

admin
1 Min Read

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના આસામાને ચઢેલા ભાવોના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ દરમિયાન, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારા સામે કોંગ્રેસ ધ્વારા 11 જૂને દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો ભારતમાં જે ક્રિએટીવ છે એ કોઈનામાં નથી એ તો માનવું જ પડે. નવા જુગાડું આઈડીયા લાવવા એ રમતની વાત છે

ત્યારે પેટ્રોલ ડીઝલના વિરોધ પ્રદર્શનમાં પણ આવો આઈડીયા લાવવો…. ગજબ કહેવાય. ત્યારે આવો જ એક આઈડિયા પેટ્રોલ-ડીઝલનો વિરોધ કરી રહેલા અહીં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓને આવ્યો અને એવો વિરોધ કર્યો કે વાયરલ થઇ ગયા. જી હા આ વિરોધમાં કાર્યકરોએ પોતાના જ એક કાર્યકર્તાનું બાઈક તળાવમાં મોંઘા બાઈકનો છુટ્ટો ઘા માર્યો હતો. અને માંગ કરી કે પેટ્રોલ ડીઝલમાં વધેલા ભાવને પરત ખેંચવામાં આવે. પ્રદેશ એકમ અધ્યક્ષ એન ઉત્તમકુમાર રેડ્ડી, કાર્યકારી પ્રમુખ એ રેવંત રેડ્ડી અને પોન્નમ પ્રભાકર, સાંસદ કોમતી રેડ્ડી, વેંકટ રેડ્ડી, સીએલપી નેતા ભટ્ટી વિક્રમાર્ક, ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી, AICC પ્રવક્તા દાસોજુ શ્રવણ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પેટ્રોલ પમ્પ આસપાસ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Share This Article