મહેસાણા : દોઢ વર્ષમાં 184 વાહનચાલકોના આરટીઓ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા

admin
1 Min Read

મહેસાણા જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં 184 વાહનચાલકોના આરટીઓ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં વાહન અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે તેમાં પણ જીવલેણ અકસ્માતની સંખ્યા ચિંતાજનક એ વધી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા જીવલેણ અકસ્માતમાં છેલ્લા દોઢેક વર્ષમાં 184 વાહનચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને લઇ તેટલા લાઇસન્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

આ અંગે મહેસાણા જિલ્લાના આરટીઓ જે કે પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે મહેસાણા તથા અન્ય જિલ્લામાં જીવલેણ અકસ્માત સર્જનારા મહેસાણા પંથકના વાહન ચાલકોની બેદરકારીને ધ્યાનમાં લઇ પોલીસ તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરતી હોય છે જે મુજબ આ RTO દ્વારા જીવલેણ અકસ્માત સર્જનાર બેદરકાર વાહનચાલકોને લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે

Share This Article