જામનગર : મહેસુલ મંત્રી કૌશિક પટેલએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

admin
1 Min Read

મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર શ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક શ્રી દીપેન ભદ્રન, શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદીની દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ જોડાયા હતા. આ તકે મંત્રીશ્રીએ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તે અંગે જરૂરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું. મંત્રીશ્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર વિશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ માટે તમામ મોરચે સજ્જ છે

ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ જિલ્લામાં વેક્સિનેશન વેગવંતુ બને તે માટે તમામ પ્રયત્નો હાથ ધરે. રાજ્ય સરકાર તમામ મુદ્દે મદદરૂપ થવા કટિબદ્ધ છે. મંત્રીએ સંભવિત ત્રીજી લહેર અંગેની સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીશ્રીએ જામનગરના નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ આવે તે માટે રાજ્ય સરકારની નવતર પહેલ ડિજિટલ સેવા સેતુનો વધુમાં વધુ ગ્રામ્ય નાગરિકોને લાભ મળે તે માટે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેન્દ્ર રાયજાદા, ડેપ્યુટી કમિશનર શ્રી વસ્તાણી, તથા વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article