પાટણ : ભારત વિકાસ પરિષદ સ્થાપનાદિનની ઉજવણી

admin
1 Min Read

ભારત વિકાસ પરિષદ સ્થાપનાદિનની ઉજવણી ના ભાગરૂપે પાટણ શાખા દ્વારા પક્ષીઓને ચણ મળી રહે તે આશયથી ભારત વિકાસ પરિષદ, પાટણ સંચાલિત સંસ્કાર ગાર્ડન ખાતે એક ચબૂતરો મૂકવામાં આવ્યો. જેના દાતા સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી સ્થાપક મંત્રી સ્વ. ભરતભાઈ બબલદાસ પ્રજાપતિ હતા. આ પ્રસંગે તેમના પરિવારના મનુબેન ભરતભાઈ પ્રજાપતિ અને તેમના બે દિકરા કરણ- અર્જુન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ભારત વિકાસ પરિષદ ની પરંપરા મુજબ સંપૂર્ણ વંદે માતરમ ગાનથી કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું કુમકુમ તિલકથી અને શાખા પ્રમુખ પારસભાઈ ખમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો દ્વારા ભારતમાતા ,સ્વામી વિવેકાનંદજી અને ચબુતરા નું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટણ શાખાના ટ્રસ્ટી કે. સી. પટેલ, શાખાના ટ્રસ્ટીશ્રી ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ,શાંતિભાઈ સ્વામી, પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઇ માળી, પાટણ ભાજપ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના, શાખાના પૂર્વ પ્રમુખો,અને સંયોજકો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પક્ષીઓના ચણ માટે દિલીપભાઈ પટેલ દ્વારા 100 કિલો દાણા(ચણ) ,રાજેશભાઈ પરીખ દ્વારા 25 કિલો (ચણ), દિનેશભાઈ પટેલ દ્વારા 25 કિલો, નટુભાઈ દરજી દ્વારા 25 કિલો, મહેન્દ્રભાઈ પટેલે 50 કિલો ચણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સંસ્થાના મંત્રી જીતુભાઈ ઓતિયા એ કરી હતી.

Share This Article