પાટણ : સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin
1 Min Read

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા શહેરના કનસડા દરવાજાથી હિંગળાચાચર ચોક સુધી પેટ્રોલ – ડીઝલના અસહ્ય ભાવ વધારાને લઈને જન ચેતના સંમેલન કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયકલ રેલીમાં જોડાયેલા આગેવાનો અને કાર્યકર્તાઓએ ભાજપ સરકારમાં કૂદકે ને ભૂસકે વધી રહેલી અસહ્ય મોંઘવારી સહિત પેટ્રોલ – ડીઝલના ભાવ વધારાને લઇને લોકજાગૃતિ અંગેના સૂત્રોચાર કયૉ હતાં.

આ જનચેતના સાયકલ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર , જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ,તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર , પાટણ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટિયા સહિત 100 થી વધુ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Share This Article