જામનગર : જામનગર દ્વારકામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

admin
1 Min Read

અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણને લો પ્રેસર પણ કહેવામાં આવે છે, તે દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીક છે. આ વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ખૂબ સારો વરસાદ મળશે. આ સાથે જ આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ દરમ્યાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. જેથી દરિયામાં ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદનું અનુમાન છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જામનગર સહીત દ્વારકાના બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત ઉપર રચાયેલા લો પ્રેશરના કારણે સિગ્નલ લગાવવામાં આવ્યું છે. લો પ્રેશરના કારણે 45 થી 65 કિલોમીટરના ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી પણ કરવામાં આવી છે. લો પ્રેશરના કારણે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

Share This Article