જામનગર : ભાટિયામાં KGBV ના પ્રતિક ધરણા, ગ્રામજનો તેમજ વેપારીઓનું માંગ્યું સમ

admin
2 Min Read

ભાટિયાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 6 થી 12 કાર્યરત હતા. ભાટિયા KGBV રાજ્યમાં 4 નંબરની શાળા છે, કરાટે, જુડો, તલવાર બાજી, રમત ગમત, સાંસ્ક્રુતિક કાર્યક્રમોમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવેલ છે આવી સરસ ચાલતી શાળાને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણે સપનું આવ્યું હોય તેમ કોરોનાનું બહાનું આગળ કરી ધોરણ 9 થી 12 અચાનક રાતોરાત બંધ કરી દેવામાં આવે છે શાળામાં પૂરતી વ્યવસ્થા ન હોય શાળામાં ધોરણ 9 થી 12 ઘટાડો કરવાનો નિર્ણય થતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, સર્વ શિક્ષા અભિયાન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પત્ર લખી ધોરણ 9 થી 12 ચાલુ કરવા માંગ કરી હતી તારીખ 8/7/2021 ના રોજ દેવભૂમિ દ્વારકા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી પ્રશ્ન હલ કરવા વિનંતી સાથે ચીમકી ઉચારી હતી કે અમે ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું…જેના ભાગરૂપે વિદ્યાર્થીનીઓ અને વાલીઓ પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા ગઈકાલે સતત વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ઉપવાસ ચાલુ રાખ્યા હતા..

.આજે દિકરીઓએ પાણીની હેલ માથા પર લઈ ભાટિયા ગ્રામ પંચાયત, વેપારીઓ, ગ્રામજનો સમક્ષ જઈ આંદોલનમાં સમર્થનમાં આપવા માંગણી કરી હતી દિકરીઓએ ગ્રામજન સમક્ષ કહ્યું કે જો અમે આગળ અભ્યાસ નહિ કરી શકીએ તો અમારે આજીવન પાણી ભરવાનું થશે, ઘરકામ કરવાનું થશે. ગ્રામજનોને લેખિત પત્રિકા આપી સમર્થન માટે આહવાન કર્યું હતું સામે ગ્રામજનોએ પણ દિકરીઓને ખાત્રી આપી હતી …આજે ભાટિયા ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું છે આવનારા દિવસોમાં જો સરકાર વિદ્યાર્થીનીઓના પ્રશ્ને હકારાત્મક નહિ વિચારે તો તાલુકાના તમામ ગામોનું સમર્થન મેળવવા, રાજકીય આગેવાનોનું સમર્થન મેળવવામાં આવશે, દિવસે દિવસે આંદોલન મજબૂત બનતું જશે જ્યાં સુધી હકારાત્મક પરિણામ નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ મક્કમ છે

Share This Article