પાટણ : વિદ્યાર્થી પૂરક પરીક્ષા લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

admin
2 Min Read

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ અભ્યાસક્રમની ત્રણ વર્ષની અને બે વર્ષ ઉપરાંત સમય મર્યાદામાં નપાસ થવાના કારણે પૂરો કરી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે માટે તેમની ફરી પૂરક પરીક્ષા લેવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરાઇ છે.અંદાજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 3000 જેટલા વિદ્યાર્થીઓને લાભ મળશે . યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસમાં 2011 થી 2015 તેમજ અનુસ્નાતકમાં 2011 થી 2017 દરમ્યાન પ્રવેશ મેળવેલ હોય અને અભ્યાસ દરમ્યાન નપાસ થયા હોય અને વિવિધ પરીક્ષાઓ આપ્યા બાદ પણ અભ્યાસ પૂરો ન કરી શક્યા હોય તેમનું સમય મર્યાદાના કારણે રજિસ્ટ્રેશન રદ થયું છે .

આવા અધૂરા અભ્યાસવાળા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો થાય તેવા આશ્રયથી યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પૂરક પરીક્ષા લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે . પરીક્ષા વિભાગ દ્વારા પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે . જે માટે અધુરા અભ્યાસવાળા વિદ્યાર્થીઓને જે તે સેમિસ્ટરમાં કે વર્ષમાં તેઓ નપાસ હોય તેની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.છાત્રો પોતાની જે તે કોલેજમાં પ્રવેશ લીધો હશે તે કોલેજોમાં ફોર્મ ભરી શકશે.કોલેજમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.તેઓ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.આ વર્ષ દરમિયાન પ્રવેશ લીધેલ હોય અને અભ્યાસક્રમ અધુરો હોય એ જ પૂરક પરીક્ષા આપી શકશે

Share This Article