જુનાગઢ : જુનાગઢ માં ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

admin
1 Min Read

રવિવારે સૌરાષ્ટ્રની ધરતી પર કાચા સોના રૂપે મેઘાએ પોતાની કૃપા વરસાવી હતી. ત્યારે જૂનાગઢ વાસીઓને પણ મોસમના પ્રથમ ધોધમાર વરસાદની મોજ માણી હતી. ગીરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદને કારણે દામોદરકુંડમાં થઈને વહેતી સોનરખ નદી તેમજ કાળવા નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવ્યુ હતુ. તો રવિવારે જ ધોધમાર વરસાદ વરસી જતા શહેરીજનોએ મનમૂકીને વરસાદનો આનંદ લીધો હતો. રવિવારે પડેલા સવારથી બપોર સુધી પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

મહત્વનું છે કે પર્વતીય વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે નદી અને ઝરણાો વહેતા થતા મનોરમ્ય નજારો સર્જાયો હતો.ગીરનાર અને દાતાર પર્વત પર આશરે આઠે’ક ઇંચ વરસાદ વરસી જતા પર્વતના પગથિયા પર પાણીના ધોધ વહ્યા હતા. સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે દામોદરકુંડમાંથી પસાર થતી સોનરખ નદી પૂર આવ્યું હતુ. વિલિંગ્ડન ડેમમાં પણ નવા નીરની આવક થઈ હતી. સિઝનનો પહેલો મૂશળધાર વરસાદ થતા કાળવા નદીમાં પૂર આવ્યું હતુ અને નદીમાં રહેલી ગંદકી સાફ થઈ હતી.

Share This Article