૧૨૮૫ કરોડના ખર્ચે બે રેલ્વે સ્ટેશનો થશે ડેવલોપ

admin
1 Min Read

સુરતના ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે તા.૧૪ સપ્ટેમ્બરના રોજ ભારતીય રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન (IRSDC) દ્વારા પ્રી-બિડ બેઠક યોજાઈ હતી. વધુ સારી મુસાફરીના અનુભવ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અત્યાધુનિક સુવિધાઓ તેમજ રેલવે સ્ટેશનોને ‘રેલોપોલિસ’માં રૂપાંતરિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલી બેઠકમાં ૧૪ ડેવલપર્સ-કન્સલ્ટન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં IRSDC ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારીશ્રી એસ.કે. લોહિયાએ જણાવ્યું હતું કે, સુરત, ઉધના અને ઉદયપુર રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટેની પ્રી-બિડ બેઠકોને મળેલા અપ્રતિમ પ્રતિસાદથી અમે ઉત્સાહિત છીએ. રૂ.૧૨૮૫ કરોડના ખર્ચે સુરત અને ઉધના રેલવે સ્ટેશનનું ચાર વર્ષની સમયમર્યાદામાં રિડેવલપમેન્ટ થશે.

સ્ટેશનોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા નિયત ધારાધોરણો અનુસાર રિડેવલપમેન્ટ કરાશે. સ્ટેશનોમાં વધુ સારી કનેક્ટિવિટી, મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન અને રિટેલ અને રિયલ એસ્ટેટને વેગ મળવા સાથે રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે, જેનાથી સંબંધિત ક્ષેત્રોના સામાજિક-આર્થિક પરિવર્તનની શરૂઆત થશે. આ જ રીતે ઉદયપુર સ્ટેશનને પણ ત્રણ વર્ષમાં રૂ.૧૩૨ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

Share This Article