જુનાગઢ-લોક ભાગીદારીથી ૧૪ વર્ષના બાળકનું સફળ ઑપરેશન

admin
1 Min Read

જૂનાગઢના માળીયાહાટીના કાલીંભડા ગામે જન્મજાત મણકાની તકલીફ નો સામનો કરતા 14 વર્ષ બાળક પ્રિયંકકુમાર પાથરનુ દાતાઓના આર્થિક સહયોગથી સફળ ઓપરેશન થતાં પરિવારમા ખુશી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના કાલીંભડા ગામે પ્રિયંક કુમાર કમલેશભાઈ પાથર ઉ.વ.14 ને જન્મજાત મણકાની તકલીફ હોય જેના કારણે ચાલી ચાલી શકતો નહિ તેમજ શાળાએ પણ જઈ શકતો નહીં ચિંતિત પરિવારજનો એ સારવાર માટે તબીબોની સલાહ લેતા તબીબોના જણાવ્યા પ્રમાણે મણકા ની સર્જરી કરવા માટે અંદાજે ૧૦ થી ૧૨ લાખ રૂપિયાનો ખર્ચો થવાનું જણાવેલ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ૧૦થી ૧૨ લાખ રૂપિયાનો ખર્ચો કરી શકે તેમ ન હોય પરિવાર દ્વારા સમાજના અગ્રણી સગર સમાજ ના પ્રમુખ જયેનભાઈ સગર સમાજ ના જુનાગઢ આગ્રાણી ચંદુભાઈ કારેણા તેમજ ભગવાનજીભાઈ કારેણાને પ્રિયંકના ઓપરેશન અંગેની વાત કરતા ત્રણેય દાતાઓ દ્વારા સુરત ખાતે આવેલ યુનિક હોસ્પિટલ માં 14 વર્ષના બાળકને ઓપરેશન માટે દાખલ કરી હોસ્પિટલના ડોક્ટર હિરેન મોદી તેમજ કૌશિક પ્રજાપતિ દ્વારા મણકા ની સર્જરી સફળતાપૂર્વક કરી આપેલ હાલ આ બાળકનુ ઓપરેશન સફળ થતા પરિવારજનો દ્વારા દાતાઓનો આભાર માન્યો છે.

Share This Article