ગુજરાત: ગુજરાતમાં એક વર્ષમાં નવા 15 અબજોપતિ ઉમેરાયા

admin
2 Min Read

આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021 આવી ગયુ છે. દેશના અમીરોની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત દસમાં વર્ષે ટૉપ પર છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા નંબરે છે જ્યારે ચાર ચહેરા એવા છે જે પહેલી વાર ટૉપ ટેનમાં પહોંચ્યા છે જેમાં લક્ષ્મી મિત્તલ, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી અને જય ચૌધરી શામેલ છે. તો બીજી બાજુ આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ મુજબ ગુજરાતમાં એક વર્ષમાં નવા 15 અબજોપતિ ઉમેરાયા છે.

હવે, 75 અબજપતિ સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમનું રાજ્ય બની ગયું છે. 302 અબજપતિ સાથે મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ 7 અમીર સુરતમાં જ્યારે અમદાવાદમાં 4 ઉમેરાયા છે. આઇઆઇએફએલ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ, 2021ના તાજેતરના અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. ગૌતમ અદાણીની સંપત્તિ 261% વધી છે. સતત 10મા વર્ષે મુકેશ અંબાણી દેશની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતાની સંપત્તિ રૂ. 16800 કરોડ છે. તેમની સંપત્તિમાં એક વર્ષમાં 250%નો તો બે વર્ષમાં 833%નો વધારો થયો છે. કોરોનાકાળમાં દેશમાં ફાર્મા સેક્ટરમાં 12 નવા અબજપતિ બન્યા છે. તો સંપત્તિમાં સૌથી વધુ 99% નો વધારો એશિયન પેઇન્ટસના અશ્વિન દાણીના નામે છે. જ્યારે સેક્ટર મુજબ ધનિકોની સંખ્યામાં ત્રીજા ક્રમે સોફ્ટવેર સર્વિસ-81 ધનિક, ઓટોમોબાઇલ-51 ધનિક અને કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ-47 ધનિકનો સમાવેશ થાય છે.

Share This Article