જુનાગઢ-કેશોદ પંથકમાં પાછોતરા વરસાદે ઉત્પાદક્તા ઘટાડી

admin
1 Min Read

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં અનિયમિત વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદથી ત્રણ તબક્કામાં વાવણી થઈ હતી. વચ્ચેના સમયમાં વરસાદની થોડા દિવસોની ખેંચ બાદ અવિરત મેઘ સવારીથી અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો જે મગફળીના ઉત્પાદનની મુદત પુર્ણ થવાના સમયે આસો મહીનામાં પણ ભારે વરસાદ થવાથી અનેક ખેડુતોના મગફળીના પાથરા પલળી રહયા છે

તો કોઈ ખેડુતોની મગફળીની ઉપાડવાના સમયે વરસાદ થતા મગફળી ઉપાડી શકાય તેવી પરિસ્થિતિ નથી જેના કારણે મગફળી જમીનમાં ઉગવા લાગી છે. તો કોઈ ખેડુતોના ખેતરોમાં ભરાયેલા પાણી સુકાય તો મગફળી ઉપાડી શકે તેની રાહ જોઈ રહ્યા છે.

Share This Article