નેશનલ: દેશમાં કોરોનાની સ્થિતિ: કોરોનાના 13 હજારથી વધારે નવા કેસ નોંધાયા

admin
2 Min Read

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ નોંધાયા છે, જે 230 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારેદિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,997 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. આજે 1,11,662 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 207 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 201 નાગરિકો સ્ટેબલ છે. 8,15,997 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Share This Article