બનાસકાંઠા-ડીસાના માલગઢ ખાતે લગ્ન મંડપમાં લાગી આગ

Subham Bhatt
1 Min Read

ઉનાળાની રૂતુ આવતા જ આગ લાગવાના બનાવો વધી ગયા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આગ લાગવાની ઘટના બનીરહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના માલગઢ ખાતે લગ્ન મંડપમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ ભભૂકીઉઠી હતી. સમગ્ર રાજ્યમાં આજે અખાત્રીજ હોઈ વણજાેયેલા મુહૂર્ત પ્રમાણે ઠેર ઠેર લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે લગ્ન ગીત અને બેન્ડની સુરાવલી વચ્ચે આજે માલગઢ ખાતે આવેલા હનુમાન નગરમાં રહેતા

A fire broke out in the wedding pavilion at Malgarh in Banaskantha-Deesa

રમેશકુમાર મોતીજી ગેલોતના ત્યા તેમની ત્રણ દીકરીઓના લગ્ન પ્રસંગે મંડપ અને ચોરી સજાવવામાંઆવી હતી. ત્યારે બપોરના સુમારે અચાનક શોર્ટ સર્કિટના પગલે મંડપમાં આગ લાગી હતી અને જાેતજાેતામા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લગ્ન મંડપમાં અફરા તફરી મચી જવા પામી હતી. બનાવનાપગલે સ્થાનિક લોકોએ ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી…

Share This Article