વીઓ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની હઝરતબાવાગોરની દરગાહ આવેલ છે. હઝરત બાવાગોર ગોરીશાબાવાના નામે પણ ઓળખાય છે. આ સ્થળેદરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. સુફી સંતોની દરગાહો પર ગલેફ(ચાદર)ચઢાવવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. આવા ગલેફ બે પ્રકારના હોય છે. એક સાદા અને બીજા ઉપરકલમા લખેલા હોય છે. બાવાગોર દરગાહ ટ્રસ્ટ અને વહિવટ કર્તાઓદ્વારા જણાવવામાં આવ્યું છેકેઆગામી તા.૫ મી મેથી હઝરત બાવાગોરની દરગાહ સહિત દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર કલમાલખેલ ગલેફ ચઢાવી શકાશે નહી.
હવેથી દરગાહ પર ફક્ત સાદા ગલેફ ચઢાવી શકાશે. ઉલ્લેખનીય છેકે દરગાહ સંકુલમાં ઘણી દરગાહો બહાર ખુલ્લામાં આવેલી છે. ખુલ્લી દરગાહો પરચઢાવેલ કલમા લખેલ ગલેફો ઘણીવાર પવનના કારણે દરગાહ પરથી ઉડીને બહાર જતા રહેતા હોય છે,તેને લઇને આ ગલેફ જ્તાંત્યાં પડી રહેતા હોવાના કારણે ઉપર લખેલ કલમાની બેઅદબી થાય છે તેમજધાર્મિક આયતોનું મહાત્મ્ય જળવાતું નથી, તેથી આગામી તા.૫ મી મેથી બાવાગોર દરગાહ સહિત દરગાહસંકુલમાં આવતી તમામ દરગાહોએ કલમા લખેલા ગલેફ ચઢાવી શકાશે નહી. દરગાહના દર્શનાર્થેઆવતા તમામ શ્રધ્ધાળુઓને આ નિયમનું પાલન કરવા દરગાહ વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાંઆવ્યો છે.