જીલ્લામાં ધોધમાર વરસાદ શરૂ

admin
1 Min Read

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી ચોમાસાના પ્રારંભ સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. એમાં ખાસ કરીને સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં એવરેજ ૧૧૫ મિમિ જેટલો વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના એકાદ-બે સ્થળે ગુરુવારાથી ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને પગલે તંત્ર સતર્ક થયું છે.મહેસાણા જિલ્લામાં સવાર સુધી એવરેજ ૬ મિમિ જેટલો સામાન્ય વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મહેસાણામાં ૧૯ મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે વડનગરમાં ૫ મિમિ, વિસનગરમાં ૭ મિમિ અને ઊંઝામાં ૧૨ મિમિ જેટલો વરસાદ થયો હતો. મહેસાણા જિલ્લામાં હજુ પણ વાવણીલાયક સારો વરસાદ ન થયો હોઈ ખેડૂતો સહિત લોકો મેઘરાજાની મહેર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઊંઝા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કાળાં ડિબાંગ વાદળો છવાતાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અડધો ઇંચ વરસાદ ખાબકતાં શહેરના સરદાર ચોક, કન્યા છાત્રાલય સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. અંડરબ્રીજમાં જીરુ વરિયાળી ભરેલી ટ્રક ફસાઇ ગઈ હતી.

Share This Article