અમરેલી-ધારીના પ્રેમપરા ખાતે આવેલ મંદિરમાં થઈ ચોરી

Subham Bhatt
1 Min Read

રાજયમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. રોજે કોઈને કોઇ જગ્યાએ ચોરી અને લૂટના બનાવો બની રહ્યા છે. પોલીસઅને તંત્રની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તસ્કરોને પોલીસનો જાણે કે ડર જ ના રહ્યો હોયતેમ ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વખતચોરીની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારીના પ્રેમપરા ખાતે આવેલ મંદિરમાં ચોરીની ઘટનાબનવા પામી છે.

Theft at the temple at Prempara in Amreli-Dhari

ધારીના પ્રેમપરા ખાતે આવેલ મેલડીમાં ના મંદિરમાં ચોરી થવા પામી છે મેલડીમાતાજીના મંદિરમાં તસ્કરોએ ચાંદીના છતરની ચોરી કરી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદથવા પામી છે. અજાણ્યો ઇસમ મેલડીમાં ના મંદિરમાં પ્રવેશી દર્શન કરીને છતરની ચોરી કરી હતી. 12છતર ચોરીને તસ્કર પલાયન થયા હતા. સી.સી.ટીવીમાં તસ્કર કેદ થતા પોલીસ દ્વારા તસ્કરની શોધખોળશરૂ કરવામાં આવી છે. ચાંદીના છતર ચોરતા તસ્કરના સી.સી.ટીવી વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયા છે.

Share This Article