દાહોદ- મકવાણાના વરૂણામાં ડાયરાના કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ તૂટી પડ્યું

Subham Bhatt
1 Min Read

દાહોદના ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણામાં ડાયરાના કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ તૂટી પડ્યું સદનસીબેજાનહાનિ ટળી હતી. ફતેપુરા તાલુકાના મકવાણાના વરૂણામાં મેલડીમાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનિમિત્તે ડાયરો યોજાયો હતો. જેમાંસ્ટેજ તૂટી પડતા વિજય સુવાળા અને તેમના કલાકારો સહિત સ્ટેજઉપર ના પ્રેક્ષકો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ખાતે નવીન આકારપામેલ માં મેલડી માં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યો હતો.જેમાંશુક્રવારના રોજ વિજય સુવાળાના કંઠે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુકાર્યક્રમે સ્ટેજ તૂટી પડતાં ડાયરાના કલાકારો સહિત સ્ટેજ પર બિરાજમાન પ્રેક્ષકો સ્ટેજ સાથે નીચે પડતા કેટલાકને સામાન્ય ઈજાઓ થઈ હતી

Dahod- The stage collapsed during Dyara's program in Makwana's Varuna

સદ્સીબે મોટી જાનહાનિ ટળતાં હાશકારો થયો હતો. પ્રાપ્ત વિગતોમુજબ ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ખાતે નવીન આકાર પામેલ માં મેલડી માં ના મંદિરનાપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 5 મે થી 7 મે દરમિયાન રાખવામાં આવેલ હતો.જેમાં 6 મેના રોજ ડાયરાનાકલાકાર વિજય સુવાળા તથા તેમના સહયોગીઓ દ્વારા રાત્રિના સમયે ડાયરા નો કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો.તે દરમિયાન ચાલુ કાર્યક્રમે સ્ટેજ તૂટી પડતા કલાકાર વિજય સુવાળા સહિત તેમના સહસાથીદારો અને સ્ટેજ ઉપર બિરાજમાન કેટલાક પ્રેક્ષકો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા.જેમાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચવા પામી હોવાનું પણ જાણવા મળે છે.પરંતુ જાનહાનિ ટળતાં હાશકારો થયો છે

Share This Article