ભરુચ-હોટલના પાર્કિંગમાં ઊભા ટ્રકમાં પકડાયો દારૂ

Subham Bhatt
1 Min Read

અંક્લેશ્વર ને.હા.નં -૪૮ ઉપર આવેલ હિલ્ટન હોટલના પાર્કીંગ માં ટ્રક ના કેબીનમાં બનાવેલચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલ.સી.બી નાપોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાપટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર ને.હા. નં -૪૮ ઉપર અંક્લેશ્વર થી ભરૂચતરફ જવાના હાઇવે રોડની બાજુમા આવેલ હિલ્ટન હોટલ ની આગળના ભાગે આવેલ પાર્કીંગમા ટ્રક નં GJ – 14 – X – 8672 પાર્ક કરી મુકેલ છે જે ટ્રકમાં ગેરકાયદેસરનો દારૂનો જથ્થો ભરેલ છે.

Alcohol seized in a truck parked in the parking lot of Bharuch-Hotel

જે બાતમી મળેલહકીકત આધારે એલ.સી.બી ટીમે હોટલ હિલ્ટન પ્લાઝા માં આવેલ પાર્કીંગમા તપાસ કરતા ટ્રક નં GJ – 14- X – 8672 સાથે બે ઇસમો મળી આવેલ જે ટ્રકમાં સઘન તલાશી લેતા ટ્રકના કેબીનમાં બનાવેલચોરખાનામાંથી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની અલગ – અલગબ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ બન્ને ઇસમો તથા દારૂનો જથ્થોમંગાવનાર ઇસમ વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહીકરવામાં આવી હતી. પોલીસે રાકેશભાઇ રામજીભાઇ મકવાણા રહે મફતીયાપરા પાણીની ટાંકીની બાજુમાંસાવરકુંડલા રોડ તા.જી.અમરેલી, હીતેષભાઇ ધનજીભાઇ મકવાણા રહે બારપરા સરમારીયાચોક જુનો ધારી રોડ તા.જી અમરેલી ની ધરપકડ કરી હતી.

Share This Article