ભરુચ-સલાદરા ગામ નજીક પીકઅપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક પીકઅપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો,કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાગરાના સલાદરા ગામ નજીક પીક અપઅને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તરફથી એક ડમ્પર ભરૂચ તરફ જઈ રહ્યું હતું

An accident occurred between a pickup and a dumper near Bharuch-Saladara village

તે દરમિયાન સલાદરા ગામ પાસે પીક અપ અનેડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં પિકઅપ અને ડમ્પરને મોટા પ્રમાણમાંનુકશાન થવા પામ્યું હતું અને અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને 108 મારફતે ભરૂચહોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાની થવા ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Share This Article