ભરુચ-પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બની ચોરીની ઘટના

Subham Bhatt
2 Min Read

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કલ્પના નગર સોસાયટીમાં એક વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાનબનાવી લાખોની મતાની ચોરી કરી પલાયન થઇ જતા સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવાપામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજની કલ્પના નગર સોસાયટીમાં રહેતા હમીદભાઈ મેમણ કે જેઓકઠોળનો વેપાર કરે છે. તેઓ ગત તારીખ પાંચમી મે ના રોજ પોતાના સપરિવાર સાથે મકાનને બંધ કરીતાળુ મારી રાજસ્થાનના સુપ્રસિધ્ધ યાત્રાધામ અજમેર શરીફ દરગાહના દર્શન કરવા ગયા હતા.હમીદભાઈ મેમણ અજમેર શરીફથી પોતાના પરિવાર સાથે નવમી મે ના રોજ પાલેજ પરત ફર્યા હતા.તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ તેઓએ ઘરમાં પ્રવેશ કરતા પોતાના નિવાસ સ્થાનનાદરવાજાનો નકુચો તૂટેલો જોતા તેઓના પેટમાં ફાળ પડી હતી અને કશું અજુગતુ બન્યું હોવાનો શક તેઓને પડ્યો હતો.

Theft incident in Kalpana Nagar Society of Bharuch-Palej

તેઓએ ઘરમાં પ્રવેશી પોતાનો રૂમ જોતા કબાટ ખુલ્લો હતો અને કબાટમાંની વસ્તુઓવેરણછેરણ પડેલી જોતા જ તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. તેઓના મકાનનાઅલગ અલગ રુમમા રાખેલ સોનાના દાગીના આશરે ૧૭.૫ તોલા કી.રૂ .૮,૦,૫૦૦૦ / – તથા રોકડારૂપિયા ૬,૫૦,૦૦૦ / – મળી કુલ ૧૪,૫૫,૦૦૦ / – ની કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી પલાયન થઇગયા હતા. ઉનાળાની ઋતુમાં પણ તસ્કરોએ હાથફેરો કરતા નગરજનોમાં તરેહ તહેરની ચર્ચાઓ ઉઠવા પામી છે. પોલીસ દ્વારા નગરમાં પેટ્રોલિંગ કડક બનાવવમાં આવે એવી નગરજનો દ્વારા માગ ઉઠવા પામીછે. ઘટના સંદર્ભે અબ્દુલ રસીદ હમીદ મેમણે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

Share This Article