બનાસકાંઠા-કાંકરેજનાં ખીમાણા ગામે તળાવમાં પાણી સુકાયા

Subham Bhatt
1 Min Read

બનાસકાંઠા જિલ્લા હાલમાં છેલ્લાં એક સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધતા સમગ્ર સજીવ સૃષ્ટિ ગરમીથી ભારે આકુળ વ્યાકુળ છે ત્યારે ખીમાંણા તળાવમાં પાણી છોડી નિર્દોષ જળની માછલીઓ બચાવવામાં આવે તેવી લોકોની માંગ. કાંકરેજનાં ખીમાણા ગામે તળાવ પાણી વિહોણુ બનતાં માત્ર એકજ નાનકડાં ખાબોચિયામાં જળચર જીવ માછલીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ પોતાનો જીવ બચાવવાં તરફડી તરફડીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે. અને છેલ્લાં એક સપ્તાહમાં અહીં અસંખ્ય માછલીઓનાં મોત થતાં અત્રે આ દર્દનાક દ્રશ્ય જોઈ કઠોર હૃદયનાં માનવીના કાળજા પણ કંપી રહ્યાં છે.

Water dried up in the lake at Khimana village of Banaskantha-Kankraj

જોકે હાલમાં ખીમાણા જૈન સંઘ ધ્વારા ટ્રેક્ટર ધ્વારા ટેન્કર મારફતે તળાવમાં ચાર થી પાંચ ટેન્કર પાણી નાખી માછલીઓને બચાવવાં માટેના પ્રયાસો હાથ ધરી જીવદયાની ઉમદા અને પ્રસંસનિય કામગીરી કરવામાં આવી છે. પરંતુ અત્રે લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે કે સત્વરે આ અબોલ મૂંગા નિર્દોષ જીવોને જીવતદાન મળે તેનાં માટે થઇ નર્મદાની પાઇપ લાઈનનું પાણી ચાલુ કરી ખીમાણાનાં તળાવમાં છોડવામાં આવે તે આવશ્યક છે. અને જીવદયા એજ સાચી પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવામાં સજાગતાદાખવી માનવતા માનવતા મહેકવી સાચા અર્થમાં માનવધર્મ નિભાવે અને મૂંગા જીવોની જિંદગી બચાવવાં સત્વરે તળાવમાં નર્મદાની પાઇપ લાઈનનું પાણી છોડે તે જરૂરી છે.

Share This Article