ભરુચ-ભરૂચ જિલ્લમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ

Subham Bhatt
1 Min Read

ભરૂચ જિલ્લમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ, મોડી રાતે નબીપુરના હિગલ્લા – બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારુ ત્રાટક્યા, પેટ્રોલપંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો પ્રયાસ કર્યો, લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવાના બહાને બેઠી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. કર્મચારી કામ પતાવી ઓફિસ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારુઓ પણ પીછો કરવા લાગ્યા હતા.

another attempted robbery at a petrol pump in bharuch district in 24 hours

કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૃઓએ પોતાની પાસેની બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૃઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું જોકે આ દોડધામ દરમ્યાન બુમરાણ મચતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. સદનશીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી જયારે લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા.ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી

Share This Article