અમરેલી: બાબરામાં ઢળતી સંધ્યાએ વરસાદના અમી છાંટણા

Subham Bhatt
1 Min Read

અમરેલી પંથકમા આમ તો પાછલા ઘણા સમયથી તાપમાનનો પારો સતત ઉંચકાયેલો જ રહે છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જેને પગલે કાળઝાળ ગરમીથી લોકો અકળાઇ ઉઠયાં હતા. આખો દિવસ ભારે ઉકળાટ અનુભવાયો હતો. સાંજે બાબરા પંથકમા હળવુ ઝાપટુ પડયુ હતુ. અમરેલીમા આખા એપ્રિલ માસ દરમિયાન પણ તાપમાન સતત 40 ડિગ્રીને પાર જ રહ્યું હતુ. આજે પણ શહેરનુ મહમત તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.4 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 77 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 9.7 કિમીની નોંધાઇ હતી.

Amy showers in the evening at Babra

સુર્યનારાયણ ઉગતાની સાથે જ ગરમીનો માહોલ જામી જાય છે અને બપોર થતા સુધીમા તો જાણે આકાશમાથી અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિ અહી જોવા મળી રહી છે.બળબળતી લુ પણ ફુંકાઇ રહી છે. બે દિવસ પહેલા હવામા ભેજનુ પ્રમાણ વધતા આખો દિવસ લોકો આખો દિવસ બફારાનો અનુભવ કરી રહ્યાં છે. બીજી તરફ બાબરામા બપોરબાદ વાતાવરણમા પલટો આવ્યો હતો. અને થોડીવાર માટે મોટા છાંટે વરસાદ પડયો હતો. જેના કારણે રસ્તા ભીના થયા હતા. જો માવઠુ થશે તો ઉનાળુ પાકને નુકશાન થશે તે આશંકાએ ખેડૂતો ચિંતિત છે

Share This Article