ખેરાલુ પેટાચૂંટણીમાં છેલ્લા દિવસે કોંગ્રેસએ ઉમેદવાર જાહેર કર્યો

admin
1 Min Read

ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોરે ખેરાલુ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખની છે કે,  દૂધ સાગર ડેરીના ચેરમેન આશા ઠાકોરનું નામ ચર્ચામાં હતું. જેને લઈને ડેરીના વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી સહિત ટેકેદારો ખેરાલુ પહોંચી ગયા હતા અને મંડપ તેમજ જમણવારની વ્યવસ્થા કરી દેવાઈ હતી. જો કે, બાદમાં બાબુજી ઠાકોરનું નામ જાહેર થતા જ આશા ઠાકોર, મોંઘજી ચૌધરી અહિત તેમના સમર્થકો અને ચૌધરી સમાજના કોઈ ઉમેદવારને ટીકીટ નહીં મળતા નારાજગી જોવા મળી હતી. તો બાબુજી ઠાકોર ફોર્મ ભરવા ખેરાલુ પ્રાંત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. જોકે, અધૂરા કાગળોને કારણે ભાજપનું પહેલા ફોર્મ સ્વીકારવાની વિધિ પૂર્ણ કરાઈ હતી. અને કોંગ્રેસ વિજય મુહૂર્ત સાચવી નહીં શકતા કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા ફરીથી પહોંચ્યા હતા. ફોર્મ ભરતા સમયે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા, પ્રદેશ ઉપ પ્રમુખ લાખાભાઈ ભરવાડ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હિમાંશુ પટેલ, માણસા ધારાસભ્ય સુરેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌધરી, સતલાસણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્ર પરમાર અને વિનુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

Share This Article