પંચમહાલ-હાલોલ વડોદરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા રોડ પર જ્યોતિ સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અક્સ્માત. હાલોલ નગરની બહાર આવેલ હાલોલ વડોદરા રોડ પર જ્યોતિ સર્કલ પાસે એક કાર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં વડોદરા રોડ પર રહીને પસાર થઈ રહેલી કારને એક કન્ટેનર ના ચાલકે રોડની વચ્ચો વચ્ચ એક સાઇડેથી ઘસડી નાખી ડીવાઈડર સાથે અથડાવતા અક્સ્માત સર્જાયો હતો.

Accident between car and truck on Panchmahal-Halol Vadodara road

જોકે અક્સ્માત માં કારમાં સવાર લોકોને કોઈ જાતની ઇજાઓ ન પહોંચતા અકસ્માતમાં તેઓનો આબાદ બચાવ થયો હતો અને સદ નસીબે જાનહાનિ ટળી જ્યારે અક્સ્માત ને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા જેમાં કન્ટેનર અને કારના ચાલક બંને ને નુકશાન થવા બાબતે વાતચીત થયા બાદ વળતર આપવાની માગણી કરાતા સુખદ સમાધાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

Share This Article