બનાસકાંઠા-UGVCLની નવનિર્મિત વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીનું લોકાર્પણ

Subham Bhatt
1 Min Read

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હસ્તકની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીનું  લોકાર્પણ રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હંમેશા વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ પુરી પાડવા તેમજ સર્વોત્તમ સેવા થકી ગ્રાહકોને સંતોષ આપવાના ઉદેશને પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે વીજ કંપનીના ગ્રાહકોને અને કર્મચારીઓને વધુ સારી સગવડો આપવા માટે અદ્યતન મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

Dedication of newly constructed Circle Office and Divisional Office of Banaskantha-UGVC

ત્યારે રાજ્યની ઉત્તર સરહદે આવેલ બનાસકાંઠો જિલ્લોએ રાજસ્થાનની સરહદે સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો 1337 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આજે પાલનપુરમાં 164.32 લાખના ખર્ચે  બનેલ પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તથા 486.13 લાખના ખર્ચે તૈયાર થયેલ ડીસા વિભાગીય કચેરી 1 અને 2 ,તેમજ લેબોરેટરી અને સ્ટોર બિલ્ડીંગનું રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા રાજ્યના લોકોને ઉત્તમ વીજ સેવા આપવાની વાત કરી હતી  તો બીજી બાજુ મંત્રીએ કર્મચારીઓની જૂની પેન્સન યોજનાની માંગને લઈને કંઇપણ બોલવાનું ટાળ્યું હતું.

Share This Article