બનાસકાંઠા-ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી

Subham Bhatt
1 Min Read

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસમાતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઇ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે, ખાસ કરીને ગફલતભર્યા ડ્રાઇવિંગ કે હાઇસ્પીડને કારણે ખાસ કરીને અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નેનાવા હાઇવે પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે.

The hit-and-run incident took place on the Banaskantha-Dhanera Nenava Highway

ધાખા પાટિયા પાસે બાઈક ને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ ફરાર થયો હતો. અકસ્માતમાં અંદાજે 32 વર્ષીય આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. મૂર્તક યુવાન ધાખા ગામના રાજપૂત સમાજ નો હોવાનું સામે આવ્યું છે. ધાનેરા પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૂર્તક ની લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી.

Share This Article