અમરેલી-ધારીના સફારી પાર્ક બહાર બે સિંહો આવી ચડયા

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્ક બહાર બે સિંહો આવી ચડયા હોવાન ઘટના સામે આવી છે.

 Two lions came out of the Amreli-Dhari safari park

ધારી ગીરના જંગલ વિસ્તારના બે સિંહોએ સફારી પાર્ક નજીક લટાર મારી હોવાની ઘટના સામે આવી છે. સિંહ દર્શને આવતા પર્યટકોને સફારી પાર્કના સિંહો સાથે જંગલના સિંહો જોવાનો લાહવો મળે છે. સફારી પાર્કની દીવાલ નજીકથી બે સિંહોની લટાર મોબાઈલમાં કેદ થવા પામી છે. અગાઉ પણ સફારી પાર્ક નજીક સિંહો આવ્યા હોવાની ઘટનાઓ ઘટી છે. બે દિવસ પહેલા સફારી પાર્ક નજીક ખોડિયાર ડેમ કાંઠે 6 સિંહોએ લટાર મારી હતી. સિંહોની સંખ્યાઓ વધતી હોવાથી રોજબરોજ સિંહોના વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Share This Article