પંચમહાલ- મંગલીયાણા ગામે બાળલગ્ન અટકાવવામાં આવ્યા

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના શહેરાના મંગલીયાણા ગામે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળલગ્ન રોકયા હતા. જોકે વર -કન્યા પલાયન થઈ ગયા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલીયાણા ગામે એક બાળ લગ્ન થઈ રહ્યું હોવાનું 181 પર ફોન આવ્યો હતો ત્યારે 181 ના અધિકારી દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના નું નિરીક્ષણ કર્યું હતું જેમાં શહેરા તાલુકાના દલવાળા ગામેથી જાન આવી હતી અને જેમાં વરરાજાની ઉંમર દેખતા તે પુખ્ત વયના હોય જણાયું હતું પરંતુ કન્યા પક્ષે જોવા જતા કન્યાની ઉંમર 16 વર્ષની જણાઈ હતી

 Child marriage was stopped in Panchmahal-Mangaliyana village

જેમાં 181 સ્થળ પર પોહોંચતા વર તથા કન્યા મંડપ છોડી પલાયન થયા હતા જેમાં 181 ના અધિકારીઓ દ્વારા વધુમાં શહેરા પોલીસ તથા બાળ સુરક્ષા હેલ્પ લાઇન નો સહારો લેવો પડ્યો હતો જેમા શહેરા પોલીસ તથા બાળ સુરક્ષાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share This Article