ભરૂચ- મારવાડી ટેકરા વિસ્તારના કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસના દરોડા

Subham Bhatt
1 Min Read

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારના કુખ્યાત બુટલેગર ને ત્યાં પોલીસે દરોડા પાડી શરાબ નો જથ્થો સહિત લાખોનો મુદ્દામાલકબ્જે કર્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર રોટલી કલબની પાછળના ભાગે આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં ચાલતા નશાનાવેપલા ઉપર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સહિત બિયર નો જથ્થો સહિત એક ગાડી ને ઝડપી પાડી કુલ ૬.૨૨.૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

Bharuch: Police raided a notorious bootlegger in Marwadi Tekra area

પોલીસ ના દરોડા માં મારવાડી ટેકરા વિસ્તારમાં શરાબનો વેપલોકરતો એવો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અનું ઇમરાન શાહ દીવાન તેમજ મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ નામના ઇસમોનીપોલીસે ધરપકડ કરી બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા બુટલેગરો માં ફફડાટ નો માહોલ છવાયો હતો.

Share This Article