ભરુચ-હાંસોટમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

ભરુચના હાંસોટ એસ ટી ડેપોમાંથી બહાર નીકળી રહેલી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામીહતી. ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, જિલ્લાના વિવિધ તાલુકામાં અકસ્માતનાબનાવો વધતા હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો

An accident occurred between a bus and a tanker in Bharuch-Hansot

ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે આવેલ એસ.ટી ડેપોમાંથી બહાર નીકળીરહેલ એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી, અકસ્માતની ઘટનામાં એસ.ટીબસના કાચ તૂટી ગયા હતા જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની ઇજાઓ ન પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એસ.ટી બસ અને ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટના અંગે હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…

Share This Article