ભરૂચ- નર્મદા સુગર દ્વારા દિવસના ઠંડા પહોર દરમિયાન શેરડી કાપણીનું અભિયાન

Subham Bhatt
1 Min Read

ચાલુ સાલે હાલમાં ચાલી રહેલ ઉનાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે. ૪૫ ડિગ્રી જેટલું તાપમાન સામાન્યરીતે દરેક ઠેકાણે દેખાઇ રહ્યું છે. ચાલુ સાલે શેરડીનું વાવેતર વિપુલ પ્રમાણમાં થયુ હોવાથી હજુ કાપણી ચાલી રહી છે.સામાન્યરીતે માર્ચ મહિના દરમિયાન શેરડીની કાપણીનું કામ પુર્ણ થઇ જતું હોય છે. પરંતું શેરડીના વધુ પડતા વાવેતરના કારણેહજુ કાપણી ચાલી રહી છે. ધારીખેડા સુગરના વહિવટકર્તાઓ દ્વારા ગરમીના કારણે મળશ્કે ચાર વાગ્યાથી બપોરના બાર સુધી શેરડીની કાપણી થાય તેના માટે ખાસ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે.

Bharuch- Sugarcane harvesting campaign by Narmada Sugar during cold day

આ માટે શેરડી કાપવાવાળા શ્રમિકોને વહેલીસવારે મળશ્કે ઠંડા પહોરે શેરડી કાપણીની કામગીરી કરવા જણાવવામાં આવે છે, આ અભિયાન ખાસ શેરડી કાપણી કરતા મજુરોને ખરા બપોરે ગરમીમાં કામ કરવાથી છુટકારો મળતા તેઓ રાહતનો અનુભવ કરી શકે. અને આમ ઠંડા પહોરે શેરડીકાપણીની કામગીરી થતી હોય કાપણીની કામગીરી પણ ઝડપી થતી હોય છે. આ નિર્ણય ખાસ શેરડી કાપણી કરતા મજુરોને ગરમીમાં રાહત આપવાના હેતુથી કરવામાં આવ્યો હોવાનું જણાવાયુ હતું.

Share This Article