બનાસકાંઠા- ડીસા પાટણ હાઈવે પર ઘેટા બકરા ભરેલું પીકપ ડાલુ પલટયું

Subham Bhatt
2 Min Read

ડીસા પાટણ હાઈવે પર પાટણ થી ઘેટા બકરા ફરીને ડીસા તરફ આવી રહેલો પીકપ ડાલુ રોડ પર પલટી ખાતા અફરાતફરીનોમાહોલ સર્જાયો હતો આ અકસ્માતમાં ખેતરથી ઘાસ લઈને રોડ પર જઈ રહેલી દીકરીને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થઈ હત. ડીસાસહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મોટા હેવીવાહનોના ગફલત ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકોઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોની લઈ હાલમાં લોકોમાં ભયજોવા મળી રહ્યા છે ત્યારે આજે ડીસા પાટણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં પાટણ તરફથી પિકઅપ ડાલા માં ૨૫થી વધુ ઘેટા અને બકરા કરીને આવી રહ્યા હતા

Banaskantha-Deesa Patan Highway Pickup Dalu full of sheep and goats overturned

તે સમયે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પીક-અપ ડાલુ રોડ પર પલટી ખાઇ જવા પામ્યો હતો જેમાં રોડ પર ખેતરેથી ખાસ લઈને જઈ રહેલી દિકરીને અડફેટે લેતાં તેને નાની મોટી ઇજાઓથતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા લોકોને જોઈપિકઅપ ડાલા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જે બાદ આ સમગ્ર ઘટના બાબતે સ્થાનિક લોકોએ ડીસા તાલુકા પોલીસનેજાણ કરી હતી પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પિકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુતપાસ હાથ ધરી હતી જ્યારે સવાર તમામ ઘેટા બકરાઓને સુરક્ષિત માજમ મા મૂકવામાં આવ્યા હતા. લોકોના જાણવા મુજબપિક અપ ડાલા ભરેલા તમામ ઘેટા બકરા ઓને કતલખાને લઈ જવાના હતા જેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ કરી હતી

Share This Article