રાજકોટ-હાર્દિકના રાજીનામાં પર કોંગી ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા

Subham Bhatt
1 Min Read

ગુજરાત કોંગ્રેસના યુવા કદાવર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ માંથી તમામ હોદા ઉપર થી રાજીનામુઆજરોજ આપ્યું છે. હાર્દિક પટેલે રાજીનામુ આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે ધોરાજીઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ હાર્દિક પટેલના રાજીનામાં બાબતે પોતાનીપ્રતિકિયા આપી હતી. હાર્દિકના રાજીનામાં પર ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા.​​​​​​​

Cong MLA Lalit Vasoya's reaction to Rajkot-Hardik's resignation

લોકશાહીમાં સૌ પોતાનો નિર્ણય લઈ શકે છે, હાર્દિકે જોઈ વિચારીનેનિર્ણય કર્યો હશે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ કોંગ્રેસે હાર્દિકને આપ્યું છતાં પણ નારાજગી વ્યક્ત કરે તેઆશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે, ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું.

Share This Article