ભરુચ- દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ

Subham Bhatt
2 Min Read

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં મેજર બ્લાસ્ટ સાથે ભીષણ આગની હોનારત સામે આવીછે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહીહતી ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચેઆસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતાજિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો. વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોનીગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. 6 થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી.

Bharuch- Blast in the boiler of Bharat Rasayan Company of Dahej

જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસીઆવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. જોકે સમયાંતરે ધડાકા સાથે વિકરાળ
બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3 થી 4 કિલોમીટર દૂરસુધી દેખાતો હતો. હાલ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાની થઇ તેની વિગતો બહાર આવી શકી નથી. બ્લાસ્ટસમયે પ્લાન્ટમાં કેટલા કામદારો ફરજ ઉપર હતા તેની માહિતી પણ મળી શકી નથી. પ્રાથમિક તબક્કે બોઇલર બ્લાસ્ટ થયોહોવાની વિગતો સપાટી ઉપર આવી છે, જોકે ચોક્કસ કારણ આગ કાબુમાં આવ્યા બાદ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.તંત્રની પ્રાથમિકતા દાઝેલા અને ઇજાગ્રસ્તોને હેમખેમ કાઢી સારવાર અપાવવી તેમજ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસોમાં લાગેલા જોવા મળ્યા હતા.

Share This Article