પંચમહાલ- હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલના હાલોલમાં આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે હાડકાંની તકલીફો સહિતની બીમારીઓને લગતા રોગોનો નિઃશુલ્કનિદાન કેમ્પ યોજાયો હતો. હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ પી.એમ. પરીખ જનરલ હોસ્પિટલ સંચાલિત શ્રીજીહોસ્પિટલ ખાતે હાડકાંની તકલીફો સહિતની બીમારીઓને લગતા રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ મંગળવારના રોજ યોજવામાંઆવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લઇ હાડકાની તકલીફોને લગતા વિવિધ નિદાન કરાવી નિ:શુલ્ક સારવાર મેળવી હતી

Panchmahal- Free Diagnosis Camp was held at Shreeji Hospital in Halol

જેમાં હાડકાને લગતા સાંધાના દુખાવા, મણકા, અને નસોની તકલીફ, વા, ફ્રેક્ચર, કેઅકસ્માતમાં કે રમતગમતમાં થયેલી ઇજાઓ, નાના બાળકોના પગના પંજાની ખોડખાપણ ઓપરેશન વગર મટાડવા સહિતબાળરોગને લગતી વિવિધ બિમારીઓ, ખોડખાપણની સારવાર તેમજ રસીકરણ વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંઅને હાડકાની ધનતા (બીએમડી) ની સંપૂર્ણ તપાસ વિનામૂલ્યે કરી સારવાર કરવામાં આવી હતી જેમાં ફેલોશિપ ઇનપીડિયાટ્રિકઓથોપેડીક (એમ.એસ) ડો.મોહમ્મદ નાજીમ એન. મન્સૂરી અને બાળ અને શિશુરોગના નિષ્ણાત (એમ.બી.બીએસ.ડી.સી.એચ)ડો. શબનમ એમ. મન્સુરી સહિત સ્થાનિક તબીબ ડો.શાહનવાઝ મફત અને ડો. પાર્થ શાહ દ્વારા તમામ પ્રકારની તબીબીસેવાઓ નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી જ્યારે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન પી.એમ.પરીખ જનરલ હોસ્પિટલ સંચાલિત શ્રીજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article