અમરેલી- અમરેલીના લાઠી રોડ પર આવેલ હુંડાઈના શો રૂમ નજીક લાગી કારમા આગ

Subham Bhatt
1 Min Read

અમરેલી શહેરના લાઠી રોડ પર એક ગેરેજમાં પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળતાઅફરાતફરી મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. અમરેલીના લાઠી રોડ પર આવેલા રાજુભાઈની ગેરેજમાં ખુલ્લા પ્લોટમાંલોગાન અને સ્કોર્પિયો કાર પાર્ક કરેલી પડેલી હતી. જેમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા બંને કાર સળગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

Amreli- A car caught fire near Hyundai's show room on Lathi Road in Amreli

આગ લાગતા અહીં આસપાસ પેટ્રોલ અન્ય કારના શોરૂમ સહિત હોવાને કારણે આસપાસ અન્ય વાહનો પણ જોવા મળ્યા હતા. જેનાકારણે આગ બુઝાવવા માટે અન્ય માણસો પણ દોડી આવ્યા હતા. જ્યારે આગ કેવી રીતે લાગી છે તેનું કારણ હજુ સુધી કોઈજાણી શક્યું નથી. ત્યારે માત્ર પાર્કિંગ કરેલી બંને એક સાથે કારમાં આગ કેવી રીતે લાગી તેને લઈ ભારે ગણગણાટ ચાલી રહ્યો છે.પરંતુ હજુ સત્તાવાર રીતે કોઈ કારણ નથી ખુલ્યુ.અમરેલી ફાયર ઓફિસર એસ.સી.ગઢવી એ જણાવ્યું ફાયર કંટ્રોલમાં કોલ આવ્યો લાઠી રોડ ઉપર આગ લાગી છે આ સમાચાર સાંભળી તુરંત અમારી ટીમ પોહચી આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધી છે.

Share This Article