રાજકોટના ગોંડલમાં હિટ એન્ડ રનનો કેસ: બેફામ ગતિએ આવતી કારે બાઇકને અડફેટમાં લીધું, એક આધેડનું મોત

Subham Bhatt
1 Min Read
રાજકોટના ગોંડલમાં જામવાડી ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બેફામ ગતિએ આવતી કારે બાઈકને અડફેટે લેતા ચોરડી ગામના આધેડનું મોત નીપજયું છે. જયારે તેનો મિત્ર હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાઇક પર મિત્ર સાથે વાડીએથી ગોંડલ હોટલે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો, મિત્ર સારવાર હેઠળ આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ચોરડી ગામે રહેતા બળભદ્રસિંહ મહીપતસિંહ ઝાલા ગત તા.5/6ના બપોરે પોતાનું બાઇક લઇ તેમના મિત્ર ગીરીશ વાઘેલા સાથે વાડીએથી ગોંડલમાં આવેલી તેમની અલંકાર હોટલે આવતા હતા.
Hit and run case in Rajkot's Gondal: A speeding car hit a bike, killing a middle-aged man
ત્યારે જેતપુર ગોંડલ હાઇવે પર જામવાડી ગામ નજીક સરસ્વતી ઓઇલ મીલ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતી અજાણી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં બંન્નેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બળભદ્રસિંહનું મોત નીપજયું હતું. જયારે તેના મિત્ર હાલ સારવાર હેઠળ છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે મૃતકના ભાઇ વિજયસિંહ મહિપતસિંહ ઝાલાની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પીએસઆઇ ડી.પી. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી હતી.
Share This Article