વેસુ વિસ્તારમાં સલ્મ વિસ્તારના બાળકોને નિ:શુલ્ક ભણાવવાનું બીડું ખાનગી શાળાના એક શિક્ષિકાએ ઉપાડી બાળકોનું ભવિષ્ય સુધાર્યું

Subham Bhatt
1 Min Read

વેસુ વિસતારમાં ભાડે રહેતા શ્રમિક પરિવારના બાળકોને શિક્ષિકા રીટા સિંહ છેલ્લા પાંચ વર્ષથી મંદિરના પટાંગણમાં ભણાવે છે. જો કે કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન કલાસ કરાવ્યા હતાં , જો કે હવે તેઓ ફિઝીકલી ભણાવી રહ્યા છે. તેમણે બાળકોનો ઉત્સાહ વધેએ માટે નવા સત્ર માટે સ્ટેશનરી અને પુસ્તક પણ આપ્યા છે. તેઓ તેમને ગણિત, અંગ્રેજી, ચિત્રકામ, યોગા, સેલ્ફ ડિફેન્સ, યોગા અને સંસ્કૃતના શ્લોક પણ શીખવે છે. ઉલ્લેખનીય છે કે તેઓ કોઈ એનજીઓ વગર જ આ બાળકોના ભવિષ્યને કંડારી રહ્યા છે.

A private school teacher took the initiative to provide free education to the children of Salm area in Vesu area and improved the future of the children.
આ એવા બાળકો છે જેના માતાપિતા શ્રમિક છે. કોઈક ભંગાર વેચે છે, કોઈ પ્યુનની નોકરી કરે છે તો કોઈક કલર કામ કરે છે. આ શ્રમિકો રેન્ટ પર વેસુ વિસ્તારમાં રહે છે . આજે 40 બાળકોમાંથી મોટાભાગના શાળાએ અને આંગણવાડીમાં પણ જાય છે. અગાઉ શાળા એ ન જતા હોય તેવા બાળકોએ પણ મારી પાસે ભણીને નવા સત્રમાં શાળામાં એડમિશન લીધું છે. અમુક બાળકો છે જેમના માતા-પિતા હજી બાળકોને શાળાએ મુકવા તૈયાર નથી જો કે તેમને પણ હું મનાવીશ અને શાળાએ મોકલવાનો પ્રયત્ન કરીશ.
Share This Article