પંચમહાલ- ખાંડીવાવ ગામે બ્રેઝર ગાડીએ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના ખાંડીવાવ ગામે બ્રેઝર ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બે ઈસમો થયા ઇજાગ્રસ્ત.પંચમહાલના જાંબુઘોડાના રાવલ ફળિયામાં રહેતા જયસિહ દોલતરામ યાદવ તેમજ હરીરામ સિયારામ યાદવ કંપનીની પેસન પ્રો બાઈક લઈને બોડેલી થઈ રહ્યા હતા જેમાં બાઇક હરિરામ ચલાવતા હતા જ્યારે જયસિહ બાઇક પાછળ બેઠેલા હતા

Panchmahal: Brazier collides with bike in Khandivav village

તે દરમિયાન જાંબુઘોડા બોડેલી હાઇવે રોડ પર ખાંડીવાવ ગામ પાસે એક બ્રેઝર ગાડી ના ચાલકે પોતાની ગાડીને બેફામ પુરઝડપેહંકારી લઈ આવી બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર હરિરામ અને જયસિંહ બાઇક સહિત રોડ પર પછડાતા બંનેને શરીરેનાનીમોટી ઈજાઓ પહોંચતા હરિરામ અને જયસિંહને સારવાર માટે પ્રથમ બોડેલી ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટેવડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જેમાં બનાવ અંગે જયસિંહ ભાઈ પીન્ટુભાઈ દોલતરામ યાદવે જાંબુઘોડા પોલીસ મથકે બ્રેઝર ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article