પંચમહાલ- પ્રોહીબિશનના વોન્ટેડ આરોપીને પોલીસે પકડી પાડ્યો

Subham Bhatt
1 Min Read

પ્રોહીબિશનના વોન્ટેડ આરોપીને નગરના બસ સ્ટેન્ડ ખાતેથી હાલોલ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના ઉચ્ચપોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ પોલીસ મથકના પીઆઈ એ.બી. ચૌધરીએ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે

Panchmahal: Wanted Prohibition accused arrested by police

જે અંતર્ગત પીઆઈ એ.બી. ચૌધરીને બાતમી મળી હતીકે વડોદરા શહેરના પોલીસ મથકના ૨૦૨૧ ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી બુટીયો ઉર્ફે બંટી કૈલાશભાઈ તિવારી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઊભો છે જે બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.માલવિયાંઅને સર્વેલન્સ ટીમે બસ સ્ટેન્ડ ખાતે પહોંચી બાતમીવાળા આરોપી બુટીયો ઉર્ફે બંટી કૈલાશભાઈ તિવારીને ઝડપી પાડી વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે

Share This Article