ભરુચ- સર્વધર્મ સમુહ લગ્નનું સફળ આયોજન કરાયું

Subham Bhatt
2 Min Read

વડોદરાના વાગરામાં આવેલ બચ્ચો કા ઘર સામે આવેલ ખુલ્લી જગ્યામાં ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારાસર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં (૨૫)જેટલા મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના યુગલોએ જ્યારે પોતાના લગ્ન સંસારમાં ડગ માંડ્યા ત્યારે કોમી એકતાનો દિપપ્રજવલ્લિત થઈ ઉઠ્યો હતો અને સાથે સાથે સાંપ્રત સમયમાં માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો. ભારતજેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે.આવા ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટેપોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અનેસંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવીશકતા નથી. પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા.જીવનનો બીજોતબક્કો એટ્લે ઘર સંસાર..ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે, ભૂખ્યાને ભોજન,ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજ પંક્તિમાં વસ્તી ખંડાલી ગામનું ધી મુસ્લિમ મેરેજ બ્યુરો એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ છે.

Bharuch- Successfully organized interfaith wedding

જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે. ધાર્મિકએકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના25 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલભાઈ હાફેજી દ્વારા દર વર્ષે સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઈસ્માઈલ હાફેજીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓનાદાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસારિક જીવનના પ્રારંભનોદસ્તાવેજ પઢી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઊજવતાં લોકો માટે સમૂહશાદી પ્રેરણા રૂપ છે. આ લગ્નોત્સવમાં ઘર સંસાર માંડી રહેલા જોડાઓને કરિયાવરમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ દુઆઑ સાથે સમારોહનું સમાપન થયું હતું.

Share This Article