પંચમહાલ-અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Subham Bhatt
1 Min Read

પાવાગઢ પોલીસ મથકના અપહરણ અને પોકસો કલમ મુજબના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પાવાગઢ પોલીસનીટીમે સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામેથી ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ના હવાલે કર્યોહતો.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાવાગઢ પોલીસમથકના પી.એસ.આઇ આર.જે. જાડેજાએ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે

Accused caught having breakfast in Panchmahal abduction case

જે અંતર્ગત પી.એસ આઇ.આર.જે. જાડેજાને બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસમથકના 2021 ના અપહરણ અને પોકસો કલમ ૧૨ મુજબના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજય અશોકભાઈ રાઠવારહે.નાથકુવા, તા.હાલોલ હાલમાં સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે છે જે બાતમીના આધારે પાવાગઢ પોલીસ મથકનાકર્મચારીઓ કલ્પેશકુમાર અમરસિંહ, કેતનકુમાર દેવરાજભાઈ અને મહિલા કર્મચારી ઉર્વશીબેન ગણપતસિંહે સાબરકાંઠાજિલ્લાના તલોદ ખાતે પહોંચી બાતમી વાળા સ્થળેથી આરોપી વિજય અશોકભાઈ રાઠવાને ઝડપી પાડયો હતો અને આગળની કાયદાકીય કાર્યવાહી માટે સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને હવાલે કર્યો હતો.

Share This Article