ભરુચ- અંદાડા ગામે રાતે એક સાથે સાત મકાનોના તાળા તૂટ્યા

Subham Bhatt
1 Min Read

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાતમકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 અડીનેઇન્દ્રપ્રસ્થ સોસાયટી આવેલી છે ગત રાતે આ સોસાયટીના સાત જેટલા મકાનો ના માલિક ગરમીમાં રાહત મેળવવા માટે ઘરનીછત ઉપર સૂઈ રહ્યા હતા તે દરમિયાન તેનો લાભ લઈને તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી તાળા તોડયા હતા અને તમામ મકાનમાંથી ઓછા વધતા પ્રમાણમાં સરસામાન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી સવારે જ્યારે મકાન માલિકોને ખબર પડી ત્યારે ઉહાપોહ મચી ગયો હતો

In Bharuch-Andada village, the locks of seven houses were broken at night

સાગમટે સાત મકાનોના તાળા તૂટતા સોસાયટીના રહીશોમાં ચિંતાની લહેર ફરી વળી હતી બનાવઅંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા શહેર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અનેતપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવેને અડીને આવેલી સોસાયટી અવારનવાર તસ્કરોના નિશાન ઉપર રહી ચૂકીછે સોસાયટીમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે પરંતુ પાછળના ભાગે ખુલ્લી જગ્યા હોવાના કારણે તસ્કરોને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે હાલ અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે…

Share This Article